શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ?
શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ? જ્યારે આપણે શિવ મંદિરમાં જઈએ ત્યારે ત્યાં પોઠીયા એટલે કે નંદીના દર્શન આપણે જરૂર કરીએ છીએ.પરંતુ દરેકને એક પ્રશ્ન જરૂર થાય કે શિવાલયની બહાર નંદીની પ્રતિમા શા માટે રાખવામાં આવે છે ?કદાચ એવો વિચાર આવે કે મહાદેવનું વાહન નંદી હોવાથી નંદિની પ્રતિમા શિવાલયમાં હોય છે આવાત સાચી કે નંદી હંમેશા માતા પાર્વતી અને શિવજીની સાથે જ રહે છે.જ્યાં શિવ હોય ત્યાં નંદી આવશ્ય હોય છે.પરંતુ તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે.જેમાં નંદી કેમ અને કેવી રીતે શિવજીની સવારી બન્યા તે પણ જણાવાયું છે. કથા:- શીલાદ મુનિએ બ્રહ્મચારી થઈ ગયા પછી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી.મુની યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવું અને કારણે ગૃહસ્થાશ્રમ અપનાવવા નહોતા માંગતા.શીલાદ મુનિએ સંતાનની કામનાથી ઈન્દ્રદેવ ને તપ કરીને પ્રસન્ન કર્યા અને જન્મ તથા મૃત્યુહીન પુત્રનું વરદાન માંગ્યું.પરંતુ ઇન્દ્ર દેવે વરદાન આપવામાં અસમર્થતા દર્શાવતા ભગવાન શિવને ...