ટેલિસ્કોપ શું હોય છે?

    ટેલિસ્કોપ શું હોય છે?

   ટેલિસ્કોપ ઓપ્ટિક્લ ઉપકરણ છે જે લેન્સ અથવા તો કાચનો ઉપયોગ કરીને દૂરની વસ્તુઓને મોટી બતાવે છે. ટેલિસ્કોપ શબ્દનો પ્રયોગ ઇ.સ.1611માં ગ્રીક ગણિતજ્ઞ જિયોવાની ડેમિસિનીએ 'અકાદેમીયા ડી લિંસી' માં   આપોજિત ગેલેલિયો ગેલીલી નાં ઉપકરણોના પ્રદર્શન માં રાખેલi ઉપકરણોમાંથી એક ઉપકરણ માટે કર્યો હતો. તેનું વર્ગીકરણ વેવલેન્થ ઑફ લાઇટના આધારે કરી શકાય જેમ કે, એક્સ-રે ટેલિસ્કોપ . અલ્ટ્રાવાયોલેટ ટેલ સ્કોપ . ઓપ્ટીકલ ટેલિસ્કેપ. ઈન્ફારેડ ટેલિસ્કોપ . સબમિલિમીટર ટેલસ્કોપ . ફેશનેલ ઈમેજર અને એકસ-રે-ઓપ્ટિક્સ.


ટેલિસ્કોપના પ્રકાર
  ટેલિસ્કોપના મુખ્યત્વે બે પ્રકાર છે :
1) રિફેકિટંગ એટલે કે અપવર્તક ટેલસ્કોપ 
 2) રિફલેકિટંગ એટલે કે પરાવર્તક ટેલિસ્કોપ .આ બંને વચ્ચે શું તફાવત છે તે જાણીએ. 


1  રિફેકિટંગ ટેલિસ્કો
* આ એક ઓપ્ટિકલ ટેલિસ્કોપ છે જેમાં ઈમેજ બનાવવા માટે લેન્સ લગાવેલો હોય છે આ લેન્સને ઓબ્જેક્ટિવ       લેન્સ કહેવામાં આવે છે.
*  આમાં ડાયામીટર નાનો હોય છે અને તેની પ્રકાશ એકત્રિત કરવાની ક્ષમતા પણ ઓછી હોય છે.
*  આ ટેલિસ્કોપનો વજન મા હલકું હોય છે અને તેને સરળતાથી ક્યાય પણ લઈ જવાઈ શકાય છે
*  આનો ઉપયોગ ફોટોગ્રાફીમાં વધારે થાય છે.
*  આમાં એક બંધ ટ્યુબ હોય છે જે તેને ધૂળ અને ભેજથી બચાવે છે.

2  રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ
*  આ ટેલિસ્કોપમાં કર્ડ અરીસાઓનું સમાયોજન હોય છે જે પ્રકાશના કિરણોને રિફ્લેક્ટ કરીને ઈમેજ બનાવે છે.
*  આમાં એક મોટો મિરર લગાવેલો હોય છે જેની પ્રકાશ એકત્રિત કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે.
*  આ ટેલિસ્કોપ વજનમાં ખૂબ જ ભારે અને કદમાં મોટું હોય છે.
*  આનો ઉપયોગ ખગોળ વિજ્ઞાનમાં વધુ થાય છે.
*  આની અંદર એક ખુલ્લી ક્યુબ હોય છે જેનાથી ધૂળ માટી ભેજ વગેરેની સમસ્યાઓ થાય છે.



Comments