વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગહી

 વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગહી


      હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ત્રણ દિવસ બાદ ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરી છે. આગામી 6 અને 7 જુલાઇ એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી શકે છે. 8 જુલાઇ એ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસની વરસાદ ની આગાહી કરતાં મનોરમા મોહંતીએ જણાવ્યું કે , આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કરછ સહિત ગુજરાતમાં જ ખુબ ઓછા વરસાદ ની સંભાવ ના છે. માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદ ની ગતિવિધિ ફરી તેજ થવાની સંભાવના છે. જ્યારે આગામી ચોથા અને પાંચમાં દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. એટલે કે 6 અને 7 તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

Comments