શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ?

 શિવાલયમાં શિવલિંગ સામે નંદી શા માટે બિરાજમાન હોય છે ?

          જ્યારે આપણે શિવ મંદિરમાં જઈએ ત્યારે ત્યાં પોઠીયા એટલે કે નંદીના દર્શન આપણે જરૂર કરીએ છીએ.પરંતુ દરેકને એક પ્રશ્ન જરૂર થાય કે શિવાલયની બહાર નંદીની પ્રતિમા શા માટે રાખવામાં આવે છે ?કદાચ એવો વિચાર આવે કે મહાદેવનું વાહન નંદી હોવાથી નંદિની પ્રતિમા શિવાલયમાં હોય છે આવાત સાચી કે નંદી હંમેશા માતા પાર્વતી અને શિવજીની સાથે જ રહે છે.જ્યાં શિવ હોય ત્યાં નંદી આવશ્ય હોય છે.પરંતુ તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે.જેમાં નંદી કેમ અને કેવી રીતે શિવજીની સવારી બન્યા તે પણ જણાવાયું છે.

 

                 કથા:- શીલાદ મુનિએ બ્રહ્મચારી થઈ ગયા પછી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી.મુની યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવું અને કારણે ગૃહસ્થાશ્રમ અપનાવવા નહોતા માંગતા.શીલાદ મુનિએ સંતાનની કામનાથી ઈન્દ્રદેવ ને તપ કરીને પ્રસન્ન કર્યા અને જન્મ તથા મૃત્યુહીન પુત્રનું વરદાન માંગ્યું.પરંતુ ઇન્દ્ર દેવે વરદાન આપવામાં અસમર્થતા દર્શાવતા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું

                           ભગવાન શંકર શીલાદ મુનિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં શીલાદરના પુત્રરૂપ પ્રગટ થવાનું વરદાન આપ્યું અને નંદી રુપમાં તેઓ પ્રગટ થયા.ભગવાન શંકરના વરદાનથી નંદી મૃત્યુના ફઈથી મુક્ત.અજર-અમર અને સુખી થઈ ગયા.ભગવાન શંકરે ઉમની સંમતિથી સંપૂર્ણ ગણો તથા વેદો સમક્ષ ગણોના અધિપતિ તરીકે નંદીનો અભિષેક કરાવ્યો.આ રીતે નંદી નંદેશ્વર થઈ ગયા.પછી મરુતોની પુત્રીસોની સુયશાની સાથે નંદીના વિવાહ થયા.ભગવાન શંકરે નંદી ને વરદાન આપ્યું કે જ્યાં નંદીનો નિવાસ હશે ત્યાં મારો પણ નિવાસ હશે.ત્યારથી દરેક શિવાલયોમાં શિવજીની સામે નંદીની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે.

નંદીનાં દર્શન નું મહત્વ

                         નદીના નેત્ર હંમેશા પોતાના ઈસ્ટ નું સ્મરણ રાખવાના પ્રતીક છે.કારણકે નેત્રોથી જ તેમની છબી મનમાં વસે છે અને અહીંથી જ ભક્તિની શરૂઆત થાય છે.નંદીના નેત્ર આપણને એ શીખવે છે કે જો ભક્તિની સાથે મનુષ્યમાં ક્રોધ .અહમ તથા દુર્ગુણોને પરાજીત કરવાનું સામર્થ ન હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકતું નથી.

નદીના દર્શન કર્યા પછી તેમના શિંગડાઓને સ્પર્શ કરીને માથે હાથ લગાવવાનું વિધાન છે.આ સિવાય મુઠ્ઠી વાળીને તર્જની તથા કનિષ્ઠકા આગળી ખુલી રાખીને તેને બંને શિંગડા પર મૂકીને તેમાંથી શિવજીના દર્શન કરવામાં આવે છે.કહેવાય છે કે આમ કરવાથી નંદી ને આપણે શિવજીની દ્રષ્ટિએ જોઈ શકીશું.નદીના દર્શન કરવાથી મનુષ્યમાં સદબુદ્ધિ આવે છે.વિવેક જાગૃત થાય છે.નદીના શીંગડા બીજી બે વાતોના પ્રતીક છે.તે છે જીવનમાં જ્ઞાન અને વિવેકને આપનાવવો.નંદીના ગળામાં એક સોનેરી ઘંટી હોય છે.જ્યારે તેનો અવાજ આવે છે તો તે મને ખૂબ જ મધુર લાગે છે.ઘંટડીની મધુર ધુન નો અર્થ છે કે નંદીની જેમ જ જો મનુષ્ય પણ ભગવાનની ધૂનમાં રમ્યા કરે તો જીવન યાત્રા બહુ સરળ થઈ જાય છે

        નંદી પવિત્રતા.વિવેક.બુદ્ધિ અને જ્ઞાનના પ્રતીક છે.તેમની દરેક ક્ષણ શિવજીને જ સમર્પિત છે અને મનુષ્યને એ જ શિક્ષા આપે છે કે તે પણ પોતાની દરેક ક્ષણ પરમાત્માને અર્પણ કરતો રહે તો તેનું ધ્યાન ભગવાન રાખશે.તેથી હવે શિવાલયમાં જાઓ ત્યારે નંદીના દર્શન કરવાનું ન ભૂલતા.જો તમને નંદી ને ખુશ રાખશો તો શિવજી પણ ખુશ થશે અને હંમેશા તમારા પર કૃપાદ્રષ્ટિ વરસાવતા રહેશે.




Comments