9 વર્ષમાં દેશમાં કુલ 3243 નવી માધ્યમિક શાળા મંજૂર થઈ

   


બીજી બાજુ દેશનાં 12 રાજ્ય એવાં છે જ્યાં 9 વર્ષમાં એક પણ નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાતમાં પણ વર્ષ 2016-17માં 137 સ્કૂલ, 2018-19માં 70 સ્કૂલ અને વર્ષ 2023-24માં 10 નવી સ્કૂલને મંજુરી અપાઈ છે, બાકીનાં વર્ષોમાં નવી કોઈ સ્કૂલ ખૂલી નથી. વર્ષ 2015-16થી 2023-24 દરમિયાનનાં 9 વર્ષમાં સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 957 નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આપેલી માહિતી મુજબ સૌથી વધુ વર્ષ 2015-16માં દેશમાં સૌથી વધુ 1230 નવી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે જ્યારે 9 વર્ષમાં દેશમાં કુલ 3243 નવી માધ્યમિક શાળા મંજૂર થઈ છે.

ગુજરાતમાં કુલ 217માંથી 137 શાળા માત્ર એક જ વર્ષમાં ખૂલી

Comments